પરમપૂજ્ય ગુરુદેવનો અધ્યાત્મિક જન્મદિવસ વસંત પર્વ તા. ૨૩ જાન્યુ. ૨૦૦૭ થી ગુરુગીતા કથા ની શરૂઆત કરી, કથાવ્યાસ પ્રજ્ઞાપુત્રી રશ્મીકાબેન પરમ પૂજ્ય ગુરુદેવની દેવી પ્રેરણા થી મનમાં સંકલ્પ જાગ્યો કે પૂજ્ય ગુરુદેવની જન્મસતાબ્દી વર્ષ સુધી માં ૧૦૮ ગુરુગીતા કથા કરી તેના ચારનો માં લાખો ગુરુભકતો ને સમર્પિત કરવા યુગઋષિ ની દિવ્ય સત્તા એ એવી પ્રેરણાઓ પ્રાપ્ત કરવી કે અત્યાર સુધી માં રશ્મીકાબેન દ્વારા ૧૫૭ પ્રજ્ઞાપુરણ કથા, ૧૦૭ ગુરુગીતા કથા, ૧૭ ભાગવત કથા, ૨ ગૌ કથા, તેમજ કન્યા કૌશલ્ય શિવિર, બાળ સંસ્કાર શિવિર, જેવા અનેક રચનાત્મક કર્યો કરીને આજે ૨૮૪ મી કથા પૂજ્ય ગુરુદેવની પ્રેરણા તથા આપ દેવ પરિવારોના સાથ અને સહકારથી કરી રહ્યા છે, ગુરુગીતા ની ગાડી દેશ વિદેશમાં અનેક સ્ટેસનો પર ફરતી ફરતી આજે ૧૦૮ માં સ્ટેસને નડિયાદ માં આવી છે, અને તે પણ સૌના હદયમાં શ્રદ્ધાનું દિવ્ય તીર્થધામ પૂજ્ય સંતરામ મહારાજની પવિત્ર ગોદમાં બેસીને જ્ઞાનગંગાની સરિતામાં ડૂબકી લગાવવાનો સોનેરી અવસર પ્રાપ્ત થયો છે, ત્યારે આવા દેવી પ્રયોજન ના મનોરથી યસસ્વી પરિવાર અમેરિકાથી ૧૦૮ મી કથા સંપન્ન કરવા શ્રીમાન રશ્મીભાઈ ભક્તિ સ્વરૂપ શ્રીમતી હેમાબેન તેમજ જાનકી શિવ શક્તિ પધારી રહ્યા છે, તો આવા શુભ અવસરે ૧૦૮ મી ગુરુગીતા કથા માં આપ સૌને હાર્દીક આમંત્રણ છે.
કથા તારીખ : ૮ થી ૧૨ જુન ૨૦૧૧
કથા સમય : બપોરે ૧ થી ૫ કલાક
કથા સ્થળ : સભામંડપ, સમાધી ચોક, શ્રી સંતરામ મંદિર, નડિયાદ
આ કથા નું શ્રદ્ધા ચેનલ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.
No comments:
Post a Comment